સ્વાગત          

સમાચાર



માર્ચ ૨૦૦૮ પરિષદ સમાચાર

  • 'આશંકા' અને 'શેષ વસંત' પર કાર્યક્રમ

  • કવિ રાજેન્દ્ર શાહનું કાવ્યપઠન
  • વિશ્વ ગુર્જરી સાહિત્ય પર્વ' અને 'પુસ્તજક અધ્યયન'
  • યુનિવર્સિટી વ્યાખ્યાન
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો-સંપાદકો
  • ..વધુ વાંચો »

    કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી નિમિત્તે મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહનું કાવ્યપઠન, -'પૉડકાસ્ટ' વિભાગ (podcast)

    આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |

    ગિરાગુર્જરીને વિશ્વગુર્જરી બનાવીએ

    પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈનું ૪૪મા અધિવેશનનું વક્તવ્ય

    ગુજરાતી સાહિત્યના પ્રેમીજનો, ગુજરાતી ભાષાની જેમણે મારાથી ઘણી વધારે સેવા કરી છે, ગુજરાતી સાહિત્યની સેવા એ જ જેનો મુખ્ય સ્વધર્મ છે, એવા અનેક લોકોને મારી સામે બિરાજેલા જોઉં છું ત્યારે પરિષદ-પ્રમુખ તરીકે બોલતાં ખૂબ સંકોચ અનુભવું છું. સાહિત્યપદાર્થની જેમને ઊંડી પરખ છે તેમની આગળ બોલનાર હું તે વળી કઈ વાડીનો મૂળો? વળી મેં આ જવાબદારી સ્વીકારી તેનાથી કેટલાય વડીલ મિત્રોને નવાઈ લાગે છે...વધુ વાંચો »


    પુસ્તક વિભાગ


    નવું પુસ્તક!

    મેઘદૂત: એક જૂની વાર્તા - નવી વ્યાખ્યા

    લે. હજારીપ્રસાદ દ્વિવેદી(અનુ.રૂપા ચાવડા)

    Book Cover પં.હજારીપ્રસાદ હિંદી અને સંસ્કૃતના વિદ્વાન હતા. એમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે કવિ કાલિદાસ રચિત 'મેઘદૂત' આધારિત એમની રચના 'મેઘદૂત: એક પુરાની કહાની'નો અધ્યાપિકા રૂપા ચાવડા કૃત અનુવાદ પરિષદ પ્રકાશિત કરે છે. પં.હજારીપ્રસાદ કહે છે તેમ 'મેઘદૂત'ની કથા બહુ પુરાણી છે; પરંતુ તે વારંવાર નવી રીતે કહેવાય છે. એમણે 'મેઘદૂત'ના મૂળ શ્લોકોને આધારે નવી વ્યાખ્યા રચી છે અને તેમાં નવી વાતો - નવીન અર્થોની પુષ્ટિરૂપે ઉમેરાઈ છે.

    નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

    આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી


    આર્કાઈવ્ઝમાંથી

    ગઝલ

    - આદિલ મન્સૂરી


    શરીર છોડીને નીકળ બહાર પડછાયા
    પડી ગઈ છે હવે તો સવ આર પડછાયા

    ઉઘાડી ગેહરી ગુફાઓનાં દ્વાર પડછાયા
    કરું છું ક્યારનો હું ઈન્તેઝાર પડછાયા

    નથી જીવનને સમજવામાં સાર પડછાયા
    તું મારી જેમ ન કરજે વિચાર પડછાયા

    બધાય તલવારો તાણીને ઘેરી ઊભા છે
    હું એકલો છું અને બેશુમાર પડછાયા

    કદીક તારો ચહેરોય અમને જોવા દે
    ને અંધકારનો બુરખો ઉતાર પડછાયા

    અધૂરી ઈચ્છાની કાળી ડિબાંગ દીવાલો
    ને એને ભેદી જતા આરપાર પડછાયા

    તું તારા માટે જુદું સ્થાન રાખજે શોધી
    અહીં અલગ છે બધાના મઝાર પડછાયા

    હજી સુધી જે નિરાકાર થૈ રહ્યો આદિલ
    પડે છે એના અહીંયા હજાર પડછાયા

    ('નવનીત સમર્પણ': ફેબ્રુઆરી ૨૦૦૫)


    પ્રવૃત્તિ વિભાગ

    રવીન્દ્રભવન

    તા.૬-૬-૨૦૦૭ના રોજ રવીન્દ્રભવન અંતર્ગત થયેલા કાર્યક્રમમાં કવિશ્રી નિરંજન ભગતે ટાગોરના 'પૂરવી' કાવ્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના ફોટા

    ગુજરાતી ભાષા

    કેવી રીતે શીખવી

    ગુજરાતીમાં વાંચતા, લખતાં, વાત કરતાં શીખો

    સભ્યપદ

    નવું અને રિન્યૂઅલ

    પરિષદના પ્રમુખો

    ૧૯૦૫-થી-૨૦૦૯

    વર્તમાન પ્રમુખ
    વર્ષ ૨૦૦૮ અને ૨૦૦૯ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે શ્રી નારાયણ દેસાઈની સર્વસંમત વરણી થઈ છે.

    ડોનેશન અને આપનો સહયોગ

    માહિતી

    • સેક્શન 80G
    • કરમુક્ત

    ઇતિહાસ

    ૧૦૦ વર્ષથી ય વધુ

    ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››

    સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

    Since 1905